167) " એક વિચાર " - અંત સુધી વાંચશો...

" એક વિચાર " - અંત સુધી વાંચશો...

વિવાહ - લગ્ન પાત્ર માટે ભુદેવ પરિચય સંમેલન મા ભાગ લેવાથી અનેક લાભ : 

* સ્થળ ઉપર તમને અનેક દીકરા - દીકરી - પૅરેન્ટ્સ સાથે રૂબરૂ ડાઇરેક્ટ મિટિંગ ની તક મળે છે. 

* જો નવરાત્રી-ગરબા મા એક સાથે હજારો દીકરા - દીકરીઓ પૅરેન્ટ્સ 9-10 દિવસ માટે, વર્ષો વરસ સુધી, હજારો રૂપિયા ખર્ચીને, ગરબા enjoy કરવા ભેગા થઇ શકતા હોય છે, તો પછી, આપણા વિવાહ હેતુ, શ્રી સત્યનારાયણ ભગવાન ની કથા અને વિવાહ પાત્ર-પરિચય જેવા શુભ-કાર્ય માટે સામાજિક સ્તરે કેમ ભેગા ના થઇ શકાય? નવરાત્રી - ગરબા મા તો હજારો અજાણ્યા યુવક યુવતીઓ - પૅરેન્ટ્સ - લોકો - કે જે અલગ અલગ ધર્મ - જ્ઞાતિ - જાતિ ના હોય છે, ત્યાં આપણને, કોઈ પ્રકાર નો ડર - શરમ કે સંકોચ નથી નડતો, તો એક શુભ - ધાર્મિક કાર્ય મા કેમ આપણને ડર - શરમ - સંકોચ - આળસ - અણગમો નડે છે? ગરબા - નવરાત્રી મા આપણે 3000-5000 નો ગરબા પાસ લઈશું, 9-10 દિવસ મા ગરબા- પોશાક અને રાત-રાત ભર ખાણી-પીણી માટે બીજા હજારો ખરચીશું. પરંતું એક ધાર્મિક કથા કે મંદિર મા પ્રસાદ-પૂજાપો લેવાનો હોય, કે મહારાજ ની દક્ષિણા આપવાની હોય, કે સગા સંબંધી નું લગ્ન-પ્રસંગ હોય કે આવા સામાજિક પરિચય-મેળા કે Get-Together મા ભાગ લેવાનો હોય, તેમા આપણે 200-500 ની ગણતરી કરીશું ?? આવું કેમ ??? શું કારણો હોઈ શકે ?? શું આ બધા શુભ-સાત્વિક-કાર્ય, જેનાથી સાચું પુણ્ય પ્રાપ્ત થાય છે,  તે આપણા જીવન મા સુખી થવા માટે જરૂરી નથી ?? એક વાર વિચાર જરૂર કરશો.... 

* તો, ભુદેવ જીવનસાથી પરિચય સંમેલન મા તમને ઉમેદવાર - પૅરેન્ટ્સ સાથે તમને એકજ દિવસે, અનેક ડાયરેક્ટ પરિચય જોવાની અને મિટિંગ કરવા ની તક મળે છે. 

* બીજું કે, જ્યારે, તમે જાતે બુકલેટ માંથી મિટિંગ ગોઠવવા જશો ત્યારે તમારે એક - એક મિટિંગ ગોઠવવા ફૉન કરવાનાં, વિનંતિઓ કરવાની, એક બીજાના સમય ની અનુકૂળતાઓ જોવાની, અને મિટિંગ માટે અલગ-અલગ city કે એરિયા મા આવવા-જવા મા ઘણો સમય અને પૈસા નો વ્યય થશે. મિટિંગ સુધી વાત પહોંચે તો પણ, તમારે 1 Sunday માત્ર 1 અથવા 2 મિટિંગ શક્ય થાય. કેટલી મેહનત અને સમય નો વ્યય. 5-7 મિટિંગ મા પણ મહિનાઓ નીકળી જશે. 

* જ્યારે ભુદેવ પસંદગી સંમેલન મા, અમારી team, 2 મહિના સુધી hundreds of ફૉન-કૉલ કરીને અનેક ઉમેદવાર -પૅરેન્ટ્સ ની મિટિંગ એક સ્થળે થાય તેની મેહનત કરે છે. 

* સ્થળ ઉપર તમને, એક સાથે, અનેક ઉમેદવાર નો સ્ટેજ પરિચય જોવા મળે છે - અને પૅરેન્ટ્સ સાથે મિટિંગ શક્ય થાય છે. 

* સ્થળ ઉપર, પોતાનો સ્ટેજ-પરિચય અવશ્ય આપશો. આ કાર્ય મા પોતાની ચોઈસ ની સ્પષ્ટતા અને સેલ્ફ-કોન્ફિડેન્સ ખુબજ જરૂરી છે. સ્ટેજ પરિચય થી તમને Vivah પાત્ર પસંદગી ના કાર્ય મા પોતાના વિચારો મા સ્પષ્ટતા, ચોઈસ મા સ્પષ્ટતા, અને સેલ્ફ-કોન્ફિડેન્સ ડેવલપ થશે. 

* આગળ જઈને તમને આજ સ્પષ્ટતા અને સેલ્ફ-કોન્ફિડેન્સ, ઉમેદવાર સાથે 1-to-1 મિટિંગ મા અતિ-ઉપયોગી થશે. 

* વધુ મા, સ્ટેજ ઉપર અનુભવી વડીલો નું ગાઈડન્સ અને આશિર્વચન મળશે. જે તમને ખુબ ઉપયોગી થશે. સ્થળ ઉપર, અનેક નવી ઓળખાણો થાય, અને આમ ભુદેવ જીવનસાથી પરિચય મેળા મા અનેક લાભ ચોક્કસ થાય છે.

જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, 
અનેક શુભેચ્છાઓ
Best Wishes 
--- ભુદેવ નેટવર્ક Vivah team 
અમદાવાદ || વડોદરા 
અસ્તુ

Connect With Us

Vadodara (Sayajiganj) : 601, 602, 603, 604, 6th Floor, Galav Chambers, Dairy Den Circle, Sayajiganj, Vadodara - 390020 // M # 9099798986, 7990208986, 9081522111, 9099828986
Amdavad (Navrangpura): A-703, 7th Floor, Nar - Narayan Complex, Near Swastik Char Rasta, Opp. Side of Navrangpura Post office, Navrangpura, Amdavad - 380009. // M # 9499701462, 9016992328, 9099048986, 7990252977, 9099798986
Amdavad (Maninagar) : S/9 Shukun Plaza, 2nd Floor, Opp. Naagar Farsaan, Nr. Pruthvi Hotels, Balvatika, Maninagar, Amdavad - 380008. M # 6354192049, 9016986582, 9099798986, 7990208986
Enquire Now